રિપોર્ટ@ગુજરાત: 'અત્યારથી જ કોંગ્રેસ હારની હતાશામાં છે..! રાજનાથસિંહના કોંગ્રસ પર આકરા પ્રહાર

 
Rajnath sinh
રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતના એક દિવસના ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે હતા. અમદાવાદમાં રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કોગ્રેસ પર ચાબખા માર્યા હતા,રાજનાથસિંહે કહ્યું કે, કોગ્રેસ પાસે નીતિ, નિયત અને નેતા નથી સાથે સાથે કોગ્રેસે ઈમરન્સી લાદીને પાપ કર્યુ છે,દેશમાં લોકતંત્ર ખતરામાં હોવાનુ કોગ્રેસ કહી રહી છે.કોગ્રેસનુ ઘોષણાપત્ર વિભાજનકારી છે સાથે સાથે કોગ્રેસે 90 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે,કોગ્રેસ ભષ્ટ્રાચાર સામેની કાર્યવાહીની ટીકા કરે છે,આપણે જ કોગ્રેસને સમાપ્ત કરવી પડશે.ઈન્ડિયા ગઠબંધન હતાશ છે.

અમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને PM મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.તેમણે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી,આપણે આશા રાખીએ છીએ કે,પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો ઈચ્છીએ,વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ.હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે.મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે.

2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે,અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે,દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. આજે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ ભારતે કરી છે. હું માનું છું કે વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. રાહુલ ગાંધીએ ગઈકાલે રાજા-રજવાડા પર નિવેદન આપ્યું હતું કે રાજા-રજવાડાઓએ જમીનો પડાવી લીધી છે,તેની સામે રાજનાથસિંહે જવાબ આપ્યો છે કે,સરદાર પટેલની અપીલને લઈ રાજાઓએ રજવાડા આપ્યા છે.ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ભાવનગરના આંગણે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પ્રચાર કરશે.