રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના MLA કિરીટ પટેલ આવ્યા મેદાનમાં, મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસામાં રોડ રસ્તાઓની સમસ્યાઓ સામાન્ય બાબત બની ગઈ છે. આ મામલે પાટણના કોંગ્રેસના MLA કિરીટ પટેલ મેદાનમાં આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે મહેસાણા અમદાવાદ ટોલ રોડ તાત્કાલિક રીપેરીંગ કરાવવા તથા આ રોડ જ્યાં સુધી રીપેર ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહિ ઉઘરાવવા જણાવ્યું છે. તેઓએ લખ્યું છે કે, મહેસાણાથી અમદાવાદ ટોલ રોડ આવેલ છે. રોડ ઘણા સમય અગાઉ બનાવેલ હોવા છતાં પણ હજુ સુધી દિવસે દિવસે ટોલ વધારવામાં આવી રહ્યો છે અને નાના વિહીકલોનો કરોડોનો ટોલ પણ રાજ્ય સરકાર ચૂકવી રહેલ છે.
આ સમય મર્યાદા પણ કયારે પુરી થશે એ પણ સમજાતું નથી અને કયા કારણે આ સમય મર્યાદા વધારવામાં આવી રહી છે તે જાણવાનો અધિકાર પણ લોકોનો છે આ રોડ ઘણા સમ થી બિસ્માર હાલતમાં છે. ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે તેમજ ખાડા પણ પડેલ છે, પરિણામે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખુબ જ તકલીફ પડે છે અકસ્માત થવાનો પણ ભય રહે છે.વાહન ચાલકો ને વાહનની ગતિ નિયત કરતા ધીમે રાખવી પડે છે પરિણામે સમય અને બળતણ નો વ્યય થાય છે. અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે.રોડ ખરાબ હોવાના કારણે વાહનોને પણ નુકશાન થાય છે જેથી વાહન ચાલકોને આર્થિક રીતે ખર્ચ વધુ થાય છે.
આ રોડ ઉપર કંપની ધ્વારા રોડ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. જેથી રોડ રીપેરીંગ કરાવવાની અને જ્યાં વધુ તૂટેલ હોય ત્યાં નવીન બનાવવાની જવાબદારી જે તે કંપનીની છે. આમ છતાં તેઓ ધ્વારા રોડ રીપેરીંગ કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. જેથી જ્યાં સુધી આ રોડ રીપેર નાં થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ વસુલ કરવાની કામગીરી પણ બંધ રાખવા અને તાત્કાલિક રોડ રીપેર કરવા સુચના આપવા વિનંતી છે.