રીપોર્ટ@ગુજરાત: નમો સ્ટેડિયમને કોરોનાનું ગ્રહણ, 16,18 અને 20 માર્ચની મેચ પ્રેક્ષકો વગર રમાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ હવે પ્રેક્ષકો વગર રમાડવાનો GCAએ નિર્ણય કર્યો છે. જે નિર્ણય પર CMએ આભાર માન્યો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. અગાઉથી ટિકીટ બુક કરાવનાર પ્રેક્ષકોને રીફંડ મળશે. કોરોનાને
 
રીપોર્ટ@ગુજરાત: નમો સ્ટેડિયમને કોરોનાનું ગ્રહણ, 16,18 અને 20 માર્ચની મેચ પ્રેક્ષકો વગર રમાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ હવે પ્રેક્ષકો વગર રમાડવાનો GCAએ નિર્ણય કર્યો છે. જે નિર્ણય પર CMએ આભાર માન્યો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. અગાઉથી ટિકીટ બુક કરાવનાર પ્રેક્ષકોને રીફંડ મળશે. કોરોનાને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો મેચ નહીં જોઇ શકે. GCA દ્વારા BCCI સાથે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ 3 જેટલી ટી-20 મેચો રમાવાની બાકી છે. 16, 18 અને 20 માર્ચની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ નિર્ણયને આવકાર્યો છે. CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, GCA અને BCCIએ વિવેકપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ-19 સામેની આપણી લડાઈને મજબૂત બનાવશે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જય શાહ અને GCAના અધિકારીઓનો પણ આભાર માન્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરિઝ પર અંતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બે મેચમાં ખીચોખીચ દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા પછી અંતે વિવાદ વચ્ચે GCAએ બાકીની મેચમાં દર્શકોને એન્ટ્રી આપવા પર રોક લગાવી દીધી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને દેશની મુખ્ય ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈ સાથે ચર્ચા-વિચારણા કર્યાં બાદ આ નિર્ણય લીધો છે. GCAના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે ટિકિટ ખરીદનારાને રિફંડ મળશે. જ્યારે જેમને કોમ્પ્લીમેન્ટ્રી ટિકિટ્સ મળી છે તેઓ સ્ટેડિયમમાં ન આવે તેવી અપીલ કરી છે. આજે એટલે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 મુકાબલો હવે દર્શકો વિના બંધબારણે જ રમાશે.