આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 404 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં બેના મોત થવાને કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કુલ 404 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 116 કેસ, સુરતમાં 48 કેસ, ભાવનગરમાં 26 કેસ, રાજકોટમાં 18 કેસ, ગાંધીનગરમાં 16 કેસ. જ્યારે પાટણમાં 14 અને ભરૂચમાં 11 કેસ નોંધાયા છે.. આ તરફ આણંદમાં 10 કેસ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. . બીજી તરફ ગીર-સોમનાથ, દાહોદ અને બનાસકાંઠામાં 2-2 કેસ છે. તો જામનગર, મોરબી, સાબરકાંઠા, બોટાદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયા છે.. બોટાદ અને ખેડામાં પ્રથમ કેસ સામે આવ્યા છે.

file photo

અમદાવાદમાં ગઈકાલે સાંજે નોંધાયેલા કેસમાં 11 કેસ ભુલથી નોંધાઈ ગયા હતા જેને પગલે કુલ કેસમાંથી 11 કેસ બાદ કરી દેવાયા હતા. આજે એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો 404 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 30 લોકોના મોત કોરોનાને કારણે થઈ ચુક્યા છે. અમદાવાદમાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કોરોનાના વધુ 56 પોઝિટિવ કેસ

  • અમદાવાદમાં 42
  • સુરતમાં 6 
  • વડોદરા 3
  • પંચમહાલમાં 3
  • બોટાદ 1
  • ખેડામાં 1

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code