રીપોર્ટ@ગુજરાત: કોરોના પોઝિટીવનો આંકડો 2066, મૃત્યુઆંક 77 પહોંચ્યો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોનાની આંકડાકિય માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ આંકડો 2066 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુનો આંક 77 પર
 
રીપોર્ટ@ગુજરાત: કોરોના પોઝિટીવનો આંકડો 2066, મૃત્યુઆંક 77 પહોંચ્યો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોનાની આંકડાકિય માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ આંકડો 2066 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુનો આંક 77 પર પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આ વિશે માહિતી આપતા અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે, નવા 127 કેસ નોંધાયા છે. 131 લોકો સાજા થયા. 1839 જે લોકોની સ્થિતિ સારી છે. 19 લોકો વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં 50 સુરતમાં 69, અરવલ્લી 1, ગીરસોમનાથ 1, ખેડા, 1, રાજકોટમાં 2, તાપીમાં 1, વલસાડમાં 2 એમ કુલ 127 કેસ નોંધાયા છે. આજે 6 લોકોના મોત થયા છે. ભાવનગરમાં એકનું મોત થયુ છે. અમદાવાદના પાંચ દર્દીઓના મોત થયા છે.

કયા વિસ્તારમાં નોંધાયા કેસ

અમદાવાદમાં ઘાટલોડિયા, દુધેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, બહેરમાપુરા, મણીનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડા અને ગીતા મંદિરમાં કેસ આવ્યા છે. સુરતમાં ઉધના, સલાબતપુરા, પાલેસરા, કતારગામ, લાલગેટ, ચોર્યાસી, મીઠી ઘારી, લિંબાયતમાંથી કેસ આવ્યા છે. અરવલ્લીમાં ધનસુરામાંથી કેસ આવ્યો છે. ગીરસોમનાથ સુત્રાપાડા, નડિયાદથી એક કેસ આવ્યો છે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1298 49 43
Amreli 0 0 0
Anand 28 3 2
Aravalli 8 0 1
Banaskantha 10 1 0
Bharuch 23 2 1
Bhavnagar 32 16 5
Botad 5 0 1
Chhota Udaipur 7 1 0
Dahod 3 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 11 2
Gir Somnath 3 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 6 0 1
Kheda 3 0 0
Mahisagar 3 0 0
Mehsana 6 0 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 0 0 0
Panchmahal 11 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 40 12 0
Sabarkantha 2 2 0
Surat 338 11 10
Surendranagar 0 0 0
Tapi 1 0 0
Vadodara 188 8 7
Valsad 2 0 0
TOTAL 2066 131 77