રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 171 સગર્ભા મહિલાઓને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક સમગ્ર રાજ્યમાં 171 સગર્ભા મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સગર્ભા મહિલાઓના પોઝિટિવ કેસમાં પણ અમદાવાદ શહેર અગ્રેસર રહ્યું છે. જ્યારે 80 પોઝિટિવ સગર્ભા મહિલાઓના કેસ શહેરી વિસ્તારમા નોંધાયા છે. સગર્ભા મહિલા અને બાળક ને કોરોના કાળથી બચવા રાજ્ય સરકાર દ્વારા એક ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 171 સગર્ભા મહિલાઓને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર રાજ્યમાં 171 સગર્ભા મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સગર્ભા મહિલાઓના પોઝિટિવ કેસમાં પણ અમદાવાદ શહેર અગ્રેસર રહ્યું છે. જ્યારે 80 પોઝિટિવ સગર્ભા મહિલાઓના કેસ શહેરી વિસ્તારમા નોંધાયા છે. સગર્ભા મહિલા અને બાળક ને કોરોના કાળથી બચવા રાજ્ય સરકાર દ્વારા એક ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સગર્ભા મહિલાઓને થયેલા કોરોના અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ડાયરેકટર ડૉ.નીલમ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 171 સગર્ભા મહિલાઓને કોરોના થયો છે. કોરોના અંગેની ગાઈડલાઈન પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતી તમામ સગર્ભા મહિલાઓનો ડીલેવરીના 5 દિવસ પહેલા કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં નોંધાયેલા આ 171 કેસમાંથી 54 સગર્ભા મહિલાઓનું સફળતા પૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યું છે. જ્યારે 2 મહિલાઓના મુત્યુ પણ થયા છે. વર્તમાન સમયમાં પ્રોટોકોલ પ્રમાણે જ સગર્ભા મહિલાઓની સારવાર કરવામાં આવી રહી છે.