રીપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર યથાવત, 16 વર્ષીય કિશોરીનું મોત

 
કોરોના
રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં એક 16 વર્ષની છોકરીનું મોત થઈ ગયું છે. દેશમાં સક્રિય કોરોનાના કેસનો આંક આરોગ્યમંત્રાલયના રિપોર્ટ અુસાર 6491 પર પહોંચી ગયો છે.કેરળમાં લગભગ બે હજાર  કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કેસ 980 પર પહોંચી ગયા છે. દિલ્હીમાં પણ કોરોના કેસનો આંક 728એ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 607 સક્રિય કોરોના દર્દીઓ છે અને કર્ણાટકમાં 423 છે. છેલ્લા 24 કલાકમાં 358 નવા કોવિડ કેસ નોંધાયા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, કોરોનાને કારણે 65 મૃત્યુ થયા છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત 16 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. આ છોકરીને 4 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ખૂબ તાવ હતો. કોરોના ચેપની પુષ્ટિ થયા પછી, ડોક્ટરોએ તેનું લોહી પાતળું કરવા માટે કેટલાક ઇન્જેક્શન આપ્યા, પરંતુ તેને બચાવી શકાઈ નથી. ડોક્ટરોએ કહ્યું કે તે હેપેટાઇટિસથી પણ પીડિત છે.

બાળકીના મૃત્યુ અંગે, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના RMO ડૉ. કિરણ ગોસ્વામીએ જણાવે છે કે, "અમારી હોસ્પિટલમાં એક સોળ વર્ષની છોકરી દાખલ થઈ હતી જેનું મોત થયું છે. દર્દીને 4 જૂને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને અમારા ડૉક્ટરે કહ્યું કે તેને COVID-19 ના લક્ષણો છે. તેને ખૂબ જ તાવ હતો અને અમે તેનું પરીક્ષણ કરાવ્યું, અને તેના બ્લડ સેમ્પલ પણ લેવાયા હતા. બધા પરીક્ષણો કર્યા પછી, તેનો રિપોર્ટ COVID-પોઝિટિવ આવ્યો હતો. દર્દી વેન્ટિલેટર પર હતી અને તેનું ઓક્સિજનનું સ્તર ઓછું હતું.