આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસનો કહેર રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યો છે. સોમવારે સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોનાના કુલ 22 નવા કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 538 થયા છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી. રવિવારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં એક અને વડોદરામાં એક કેસ નોંધાયો છે. જે પ્રમાણે કુલ 26 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સોમવારે 13 નવા કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડૉક્ટર જયંતિ રવિના કહેવા પ્રમાણે સોમવારે કોરોના વાયરસને કારણે રાજ્યમાં બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક મોત થયા છે. વડોદરામાં જે મોત થયું છે તે દર્દીને ડેન્ગ્યૂ હતો. જે બાદમાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. વડોદરામાં જે મોત થયું છે તે યુવકની ઉંમર માત્ર 27 વર્ષ હતી. જ્યારે અમદાવાદના મૃતકની ઉંમર 76 વર્ષ હતી. 47 લોકો ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 538 કેસ નોંધાયા છે. જેમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. 461 લોકોની તબીયત સ્થિર છે. જ્યારે અત્યાર સુધી 47 લોકો સાજા થયા છે, જેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં 13 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોમવારે જમાલપુર, મણિનગર, બહેરામપુરા, વેજલપુર, બોપલ અને વટવા વિસ્તારમાં કેસ નોંધાયા છે. આ સાથે આણંદમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, સુરતમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં 13 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. સોમવારે રાજકોટના બે અને ગીર-સોમનાથના એક દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તા. 12 એપ્રિલ, 2020 રવિવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 516 હતી. જ્યારે કોરોનાને કારણે 24 લોકોનાં મોત થયા હતા. કોરોનાને કારણે રવિવાર સુધી 44 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર હતી. રવિવાર સુધી રાજ્યના 33 જિલ્લામાંથી કુલ 19 જિલ્લામાં કોરોનાના કેસ જોવા મળ્યા હતા. જેમાં સૌથી વધારે 282 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. સૌથી વધારે 12 મોત પણ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code