આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. માત્ર પાંચ જિલ્લામાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ સિવાય ડાંગ જિલ્લામાં પણ હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code