રીપોર્ટ@ગુજરાત: મંત્રીમંડળના વિસ્તરણનો સવાલ પૂછતાં સી.આર.પાટીલે ચાલતી પકડી, જાણો શું કહ્યું?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જવાબ આપવાનું ટાળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર કમલમમાં આજે ભાજપની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અને GSTમાં જે નવા દર લાગુ પાડવામાં આવ્યા તેના પર વાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ જાડેજા, રાજની પટેલ અને યજ્ઞેશ દવે હાજર રહ્યા હતા.
તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે કરવામાં આવશે, ઘણા સમયથી આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે" ત્યારે આવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જવાબ આપવાનું ટાળ્યું હતું અને અચાનક ઉભા થઇ અને હસતા હસતા કહ્યું કે, તમને પૂછ્યા વગર આનો નિર્ણય નહિ કરીએ એવું કહી તેઓ જતા રહ્યા હતા. હવે આ મંત્રીમંડળની ચર્ચાઓ વચ્ચે હવે ભાજપ તરફથી પણ આ મામલે કોઈ જ જવાબ આપવામાં આવી રહ્યો નથી. ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત અને મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે, તે જોવાનું રહ્યું છે.