રિપોર્ટ@ગુજરાત: સાબરકાંઠામાં 4 બાળકોના મોતથી મચ્યો હાહાકાર, ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત

 
વાયરસ

આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લામાં 4 બાળકોના મોતથી હાહાકાર મચી ગયો છે. આ નવા વાયરસને લઈ હાલ તો આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. વાસ્તવમાં ચાંદીપુરમ નામના વાયરસથી 4 બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે તંત્ર દ્વારા પર આ તમામ રિપોર્ટ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે. 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં નવા વાયરસને કારણે 4 બાળકોના મોતથી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વિગતો મુજબ સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના ચાંદીપુરમ નામના વાયરસથી મોત થતાં જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ 4 મૃતકોમાં ખેડબ્રહ્મા તાલુકાના દીથલી ગામના એક બાળક, અરવલ્લીના બે બાળકો અને રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા 1 મળી કુલ 4 બાળકોના મોત થયા છે. 

રાજસ્થાનની વધુ સારવાર માટે લવાયેલ 2 બાળકો પૈકી એકનું તો મોત થયું પણ અન્ય એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે. આ સાથે ચાંદીપુરમ વાયરસથી અસરગ્રસ્ત આ બાળક હાલ સ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે અચાનક 4 બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ સ્થાનિક આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.