રિપોર્ટ@ગુજરાત: રાજ્યનાં અનેક જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી હતી. મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.શુક્રવારે રાત્રે લગભગ 10:15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદના નવા વાડજ, પાલનપુર, પાટણ, અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 4.2ની હતી. હાલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બેચરાજી તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.
પાટણના હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહેસાણાના બહુચરાજી તાલુકાના ચન્દ્રોડા, મંડાલી, અંબાળા, સુરપુરા સહિતના ગ્રામિણ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.ગુજરાતમાં મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના 10.15 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનનું અનુભવાયું હતું. આ ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અમદાવાદના નવા વાડજ, વાડજમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.