રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં સાત શહેરોમાં 23 સ્થળે EDના કરોડોની ટેક્સ ચોરી મામલે દરોડા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાના મામલે હવે ઇડીએ એન્ટ્રી મારી છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ઇડી સુપર ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનાર સહિત 7 શહેરોના 23 સ્થળોએ ઇડીની ટીમ ત્રાટકી છે. 200 થી વધુ ડુપ્લીકેટ કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય ત્રાટકી છે. આ કેસમાં એક પત્રકાર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીએસટીની ફરિયાદના આધારે રાજ્યમાં વિવિધ 14 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બાન્ચને રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં 200 જેટલી ડુપ્લીકેટ કંપનીઓ બનાવીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક પત્રકાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે.