રીપોર્ટ@ગુજરાત: રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની ચૂંટણી 1 માર્ચના રોજ યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડેલી બેઠકો ની આગામી 1 માર્ચના રોજ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. નોંધનિય છે કે, બંને રાજ્યસભા સાંસદોના નિધન બાદ તેમની બેઠકો ખાલી પડી હતી. જે બાદમાં હવે હવે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની ચૂંટણી 1 માર્ચના રોજ યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડેલી બેઠકો ની આગામી 1 માર્ચના રોજ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. નોંધનિય છે કે, બંને રાજ્યસભા સાંસદોના નિધન બાદ તેમની બેઠકો ખાલી પડી હતી. જે બાદમાં હવે હવે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી આપવામાં આવી છે. આ સાથ તા 1 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તેજ દિવસે તા.1 માર્ચે 5 વાગ્યા પછી મતગણના થઇ શકે તેવી માહિતી સુત્રોએ દ્રારા સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. તો અભય ભારદ્વાજ સાંસદ હતા. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા. જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. જેથી હાલ આ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે.