રીપોર્ટ@ગુજરાત: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે પરીક્ષા

અટલો સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે સિનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષા 11:00 કલાકથી 13:00 કલાક દરમ્યાન જિલ્લાના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે શરૂ થઇ ગઇ છે. વર્ષ 2019માં સિનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષા માટે ફોર્મ ભરાયા હતા. પરંતુ કોરોનાને કારણે પરીક્ષાનું આયોજન થયું શક્યું ન હતું. આખરે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર પરીક્ષા દરમ્યાન કાયદો
 
રીપોર્ટ@ગુજરાત: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે પરીક્ષા

અટલો સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સિનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષા 11:00 કલાકથી 13:00 કલાક દરમ્યાન જિલ્લાના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે શરૂ થઇ ગઇ છે. વર્ષ 2019માં સિનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષા માટે ફોર્મ ભરાયા હતા. પરંતુ કોરોનાને કારણે પરીક્ષાનું આયોજન થયું શક્યું ન હતું. આખરે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

રીપોર્ટ@ગુજરાત: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે પરીક્ષા
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ જાહેર પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા પરીક્ષાનું સંચાલન શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણમાં થાય અને પરિક્ષાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા થાય તે માટે પરીક્ષા કેન્દ્રો આયોજન કરવામાં આવ્યું છે. 1,497 જગ્યા માટે 2 લાખ 80 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 1105 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જિલ્લામાં સિનિયર કલાર્ક વર્ગ-૩ની પરીક્ષા જિલ્લાના 62 કેન્દ્રો પર યોજાઇ રહી છે. જેમાં પરીક્ષા સ્થળની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ, ઝેરોક્ષ મશીનો બંધ રાખવા સહિતના વિવિધ આદેશ કરેલ છે. આ ઉપરાંત ચોરી ગણાય તેવી વસ્તુ કે વિજાણું સાધનો લઇ જવા પર પ્રતિબંધ કરાયો છે. આ આદેશનું પાલન નહિ કરનાર કે તેમાં મદદગારી કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.