રીપોર્ટ@ગુજરાત: GPCL દ્રારા સમુદ્રના મોજાં આધારીત વીજ પ્લાન્ટ શરૂ કરવા કવાયત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે GPCL એ રાજ્ય સરકારનું નફો કરતું એકમ છે. આ કંપનીએ તેના છેલ્લા નાણાકીય વર્ષમાં 67.45 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જે આગલા વર્ષની સરખામણીએ 10 કરોડનો વધારો દશર્વિે છે. આ કંપ્નીએ સોલાર પછી હવે સમુદ્રના મોજાં આધારિક વીજ પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની કાર્યવાહી શરૂ કરી
 
રીપોર્ટ@ગુજરાત: GPCL દ્રારા સમુદ્રના મોજાં આધારીત વીજ પ્લાન્ટ શરૂ કરવા કવાયત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે GPCL એ રાજ્ય સરકારનું નફો કરતું એકમ છે. આ કંપનીએ તેના છેલ્લા નાણાકીય વર્ષમાં 67.45 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જે આગલા વર્ષની સરખામણીએ 10 કરોડનો વધારો દશર્વિે છે. આ કંપ્નીએ સોલાર પછી હવે સમુદ્રના મોજાં આધારિક વીજ પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

GPCLના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કંપનીએ છેલ્લા એક વર્ષમાં 212.36 કરોડ સામે 274.77 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે. જ્યારે કંપનીનો ખર્ચ 153.24 કરોડથી વધીને 195.87 કરોડ રૂપિયા થયો છે. કંપની નફો કર્યો હોવા છતાં આગામી પ્રોજેક્ટના કારણે કોઇ ડિવિડન્ડ આપ્યું નહીં હોવાનું રિપોર્ટમાં દર્શાવ્યું છે. આ કંપનીમાંગુજરાત સરકારનું 51 ટકા રોકાણ છે. GPCL અત્યારે ભાવનગરમાં લિગ્નાઇટ આધારિત 500 મેગાવોટનો વીજ પ્રોજેક્ટ ધરાવે છે. આ કંપનીએ પોતાની સૌર અને પવન ઉર્જાના પ્લાન્ટ સ્થાપેલા છે. કંપનીએ શિકરપુરમાં 6 મેગાવોટની વિન્ડમિલની સ્થાપ્ના પણ કરી છે. જમનવાડામાં 10.5 મેગાવોટ તેમજ ચારણકામાં 4.2 મેગાવોટની વિન્ડ મિલની પરિયોજના બનાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઉપરાંત કંપની પાસે ચારણકામાં 5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, જેએનએનએસએમના 10 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ, એક મેગાવોટનો સોલાર રૂફટોપ પ્રોજેક્ટ, 700 મેગાવોટનો રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક, 500 મેગાવોટનો હર્ષદ સોલાર પાર્ક અને 1000 મેગાવોટનો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક શરૂ કર્યો છે. ધોલેરામાં કંપનીનો મોટામાં મોટો પાર્ક બની રહ્યો છે. કંપની પાસે ભાવનગરમાં લિગ્નાઇટ ખાણ, ઘોઘા-સુરકા લિગ્નાઇટ ભંડાર અને વૈતરણી પશ્ચિમ કોલસા બ્લોક આવેલા છે.

જોકે હવે GPCL એ સમુદ્રના મોજાં આધારિત વીજળીનો પ્રોજેક્ટ વિચારણામાં લીધો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે GPCLને આ યોજના માટે નોડલ એજન્સી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ કલ્પસર તેમજ સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલી છે. હાલ કંપની સમુદ્રના મોજાં આધારિત વીજ પ્રોજેક્ટ માટે અભ્યાસ કરી રહી છે.