રીપોર્ટ@ગુજરાત: આંગણવાડી અને આશા વર્કર બહેનોનું ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનો ભેગી થઈ હતી. જ્યાં તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ કરી હતી. આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનો ભેગી થઈ હતી. જ્યાં તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ કરી હતી. આશા વર્કર અને ફેસિલિટેટર વર્કર બહેનોને લઘુતમ વેતન અને તેમને કાયમી કરવા માગ કરવામાં આવી છે. આ બહેનોએ કહ્યું હતું કે, ડીજિટલ કામગીરી માટે કોઈ સાઘનો છે નહીં જેથી તેમને સારા સાધનો આપવામાં આવે. 2018 પછી પગારમાં કોઈ વધારો કરાયો નથી. બહેનોને યુનિફોર્મ આપવામાં આવ્યા નથી. અન્ય કર્મચારીઓની જેમ તેમનું પણ પેન્શન ચાલુ કરવામાં આવે. તેમણે એવી પણ માગ કરી હતી કે, હાઈકોર્ટે આપેલા ચુકાદાનું પણ પાલન સરકાર દ્વારા કરાયુ નથી.
બીએલઓની કામગીરીમાંથી આશાવર્કર અને આંગણવાડી બહેનોને મુક્તિ આપો તેવી પણ માગ કરવામાં આવી હતી.વિરોધ કરી રહેલી બહેનોએ કહ્યું હતું કે, સરકારી કામ કરાવવું હોય તો અમે સરકારી કર્મચારી કહેવાઈએ છીએ. પરંતુ વેતનની વાત આવે ત્યારે અમને માનદ વેતન આપવામાં આવે છે. આંગણવાડીની બહેનોને કાયમી નોકરી આપો. પોષણ દરમાં પણ સુધારો કરવાની વિરોધ કરી રહેલી બહેનોએ માગ કરી હતી. કામ કરવા માટે નવા મોબાઈલની પણ માગ કરાઈ હતી.

