રીપોર્ટ@ગુજરાત: PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઈનલ પરિણામ સામે આવ્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છેઅને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.
2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, ગત 13 એપ્રિલ, કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી ક્વોલિફાઈડ થયેલા 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. નિયમોને આધીન કુલ 1025 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ 23 ફેબ્રુઆરી પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું.

