રીપોર્ટ@ગુજરાત: મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રથમ પરિણામ જાહેર, બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપનો વિજય

 
બારવતા
ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ છે અને મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રથમ પરિણામ જાહેર થયા છે. જેમાં બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે.આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાનસભા ચૂંટણી માટેની સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતો સુધીના પરિણામો આજે સ્પષ્ટ થશે. નોંધનીય છે, શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે.

આ વખતે મહાનગરપાલિકાઓમાં 49.02, નગરપાલિકાઓમાં 59.50, નગરપાલિકાઓમાં (પેટા ચૂંટણી) 55.38, જિલ્લા પંચાયતોમાં 61.69 અને તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયું હતું.ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિનહરિફ જીતી લીધી હતી. આજે ચુંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે.