રિપોર્ટ@ગુજરાત: 15 કરોડના ગાંજા સાથે સુરતના ચાર યુવાનો મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયા

 
કાર્યવાહી

14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામા આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના ચાર યુવાનોની મુંબઈ એરપોર્ટ પર રૂપિયા 15.85 કરોડના ગાંજાના જથ્થા સાર્થે ધરપકડ કરી છે. બેંગકોક-થાઈલેન્ડમાં મજા માણી પરત ફરી રહેલાં ચારેય યુવાનોની ટ્રોલી બેગમાં ડબલ લેયર ધરાવતી પ્લાસ્ટિક બેગમાં કપડાંની નીચે 15,850 ગ્રામ જથ્થો છુપાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરાયેલા ચારેય યુવાનોને હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે.

પ્રાથમિક પૂછપરછમાં ચારેય યુવાનોએ જણાવ્યું હતું કે, સુરતના વિરાટ પટેલ ઉર્ફે સન્ની નામના યુવાનના તેઓ સંપર્કમાં આવ્યા હતા. બેંગકોક-થાઈલેન્ડમાં અનાજ-કઠોળની ભારે માંગ હોવાથી વિરાટે ચારેય યુવાનોને ત્યાં ડિલિવરી કરે તો મફતમાં ટુર કરાવવાની ઓફર કરી હતી. જેનાથી લલચાઈને ચારેય યુવાનો તૈયાર થતાં તેમની સાથે અનાજ-દાળ મોકલી આપ્યા હતા. વિરાટની ગેંગના સભ્યોએ ચારેય યુવાનોને બેંગકોક-થાઈલેન્ડની મજા પણ કરાવી હતી. બાદમાં ભારત રિટર્ન થતી વખતે ક્રીમ-શેમ્પુ જેવી કોસ્મેટિક વસ્તુઓ હોવાનું જણાવી ટ્રોલી બેગ આપી હતી તે મુંબઈમાં ડિલિવરી કરવા જણાવ્યું હતું.