રિપોર્ટ@ગુજરાત: ગેનીબેને હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું 'ગરબાની મંજૂરી 12 વાગ્યા સુધીની જ હોવી જોઈએ'

માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો આક્ષેપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી.નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. તે દરમિયાન તેઓએ નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રિ સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય.
મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ નવરાત્રિ દરમિયાન આખી રાત ગરબાની છૂટ આપી છે. ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે.