રિપોર્ટ@ગુજરાત: 'ગોડાઉન સીલ મરાવી દઈશ..', પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મિલધારકોને ચીમકી

 
નીતિન પટેલ

મહેસાણામાં 1 હજાર ઓઈલમિલમાંથી 600 ઓઈલમિલમાં ભેળસેળ થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગૉડાઉનને સીલ કરાવી દઇશ. લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે. નીતિન પટેલે તાજેતરમાં જ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. 

કપાસિયા તેલ બનાવતી મીલોને લઈને નીતિન પટેલે મોટો ભાંડાફોડ કર્યો છે, ગુજરાત કોટન એસો.ની 26મી સામાન્ય સભામાં નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યુ છે, તેમને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમને કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો. ઐસે નહીં ચલેગા, વરના મે ક્યા કરૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગૉડાઉન કો, ફીર ઈસમે કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના. લાંબા સમય બાદ નીતિન પટેલના નિવેદન બાદ ફરી એકવાર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી શકે છે.