રીપોર્ટ@ગુજરાત: ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર, AAP નેતાઓ પર હુમલા મામલે રાજકારણ ગરમાયું

 
રાજકારણ
અમે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે અમારા નેતાઓ પર હુમલા કરાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકરો પર વધી રહેલા હુમલાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર ખાતે AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ગુજરાતમાં "યુપી-બિહાર જેવી રાજનીતિ" બંધ કરવાની ચેતવણી આપી છે.

ગોપાલ ઇટાલિયા ના મુખ્ય મુદ્દા:ભાજપને 'આપ'ની વધતી લોકપ્રિયતા સહન થતી નથી, તેથી તેઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.થોડા સમય પહેલા નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરનાર કાર્યકરો પર હુમલો થયો હતો.યુવરાજસિંહ જાડેજા પર હુમલો કરનારા તત્વોને સરકાર છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ગઈકાલે ગોંડલ ખાતે જિગીષા પટેલને પ્રશ્નો સાંભળવાના બહાને બોલાવી તેમના પર કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો.

ચૈતર વસાવા (ધારાસભ્ય, AAP) ના મુખ્ય મુદ્દા:ભાજપે 30 વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને હવે જ્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે અમારા નેતાઓ પર હુમલા કરાય છે.જિગીષા પટેલ વોર્ડની સમસ્યાઓ સાંભળવા ગયા હતા ત્યારે અસામાજિક તત્વોએ હુમલો કર્યો, છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરી રહી છે.AAP નેતાઓ સામે ખોટા કેસ કરીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.