રિપોર્ટ@ગુજરાત: સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે 'ઓપરેશન ગંગાજળ' શરુ કર્યું, 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું

 
Bhupendra patel
આ 4 અધિકારીઓને વર્ગ 3ના હોદ્દા પર કાર્યરત હતા

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે 'ઓપરેશન ગંગાજળ' શરુ કર્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 35થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને 'ઓપરેશન ગંગાજળ' હેઠળ ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરે બેસાડી દીધા છે. જેમાં વધારો કરતા સરકારે આજે આરોગ્ય વિભાગના વધુ 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે.

આ 4 આરોગ્ય અધિકારીઓને અપાયા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

ડૉ. બીજોલભાઈ ભીમાભાઈ ભેદારુ - તાલુકા આરોગ્ય અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠા
ડૉ. વિપુલ રજનીકાંત અમીન - તાલુકા આરોગ્ય અધિકારી, નડિયાદ, જિ. ખેડા
ડૉ. રાજીવ નયન સરયુપ્રસાદ - મેડિકલ ઓફિસર, સીએચસી-સંખેડા, જિ. છોટાઉદેપુર
ડૉ. મયંક કેશવલાલ ચૌહાણ - મેડિકલ ઓફિસર, જનરલ હોસ્પિટલ, આણંદ.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 4 અધિકારીઓને 5 જાન્યુઆરી 2025એ ચાલુ નોકરીએ જ સેવાનિવૃત્તિ આપી દેવાઈ હતી. આ 4 અધિકારીઓને વર્ગ 3ના હોદ્દા પર કાર્યરત હતા.ઉપરોક્ત કર્મચારીઓને બિનઅધિકૃત ગેરહાજરી, નબળી વહીવટી અને નાણાંકીય કામગીરી, બેદરકારી અને નિષ્કાળજી, ફક્ત શારીરિક ઉપસ્થિતિ, કામ ટાળવાની વૃત્તિ અને ફરજ પર નિરસતા, ફરજ પર નશા કરવાની ટેવ, સતત માંદગી સબબ લાંબી રજાઓ લઇ ફરજ પર હાજર ન રહેવા, સરકારી નાણાની હંગામી ઉચાપત, વહીવટી કાર્યમાં બિનકૂશળતા, ફરજ બજાવવાની અસમર્થતા, ફરજ પર મોડા આવવા, ખોટા ટી.એ. બીલ લેવા, નાણાકીય કામગીરીમાં અનિયમિતતા તથા સાથી અધિકારી/કર્મચારી સાથે ઉદ્ધૃત વર્તન જેવા કારણોસર પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘર ભેગા કરી દેવાયા હતા.