રિપોર્ટ@ગુજરાત: 'વન નેશન, વન ઇલેક્શન' મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા 'વન નેશન, વન ઇલેક્શન' મુદ્દે ગુજરાત સરકારનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર આ ઐતિહાસિક પહેલને સંપૂર્ણ સમર્થન આપે છે અને દેશવ્યાપી એકસાથે ચૂંટણી યોજવાની વિચારધારાને સમયની માંગ ગણાવે છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને પ્રતિનિધિઓએ JPC સમક્ષ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે.
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે સરકારી તંત્રનો વિશાળ સમય ચૂંટણી પ્રક્રિયામાં જ વ્યસ્ત રહે છે. અંદાજે 50 લાખ કલાકનો સમય ચૂંટણી આયોજન અને અમલીકરણમાં વપરાઈ જાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોના વિકાસલક્ષી અને જનહિતના કાર્યો પ્રભાવિત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાય તો સમય, માનવશક્તિ અને સરકારી ખર્ચમાં મોટાપાયે બચત થઈ શકે છે. હાલમાં એક મતદારે પાંચ વર્ષમાં બે થી ત્રણ વખત મતદાન માટે જવું પડે છે, જ્યારે 'વન નેશન, વન ઇલેક્શન'થી આ પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે.તેમણે કહ્યું કે ગુજરાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે અને ઓછા દિવસોમાં પૂર્ણ કરીને દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારે ચૂંટણી વ્યવસ્થાપનમાં સુચારૂ આયોજન દ્વારા એક નવી દિશા દર્શાવી હોવાનું તેમણે ઉમેર્યું.
આ મુદ્દે વિપક્ષી પક્ષો પર પ્રહાર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક પ્રાદેશિક પક્ષો કોઈ મજબૂત આધાર વગર આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકશાહીમાં આખરી નિર્ણય જનતાનો હોય છે અને જનતા જ નક્કી કરશે કે દેશમાં કોણ ધારાસભ્ય રહેશે અને કોણ સાંસદ.સાથે જ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોની પણ ટીકા કરી હતી. સંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધી માત્ર બંધારણની વાતો કરે છે.

