રિપોર્ટ@ગુજરાત: ગુનાખોરીના વધતા કેસો મામલે હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસને આપી ચેતવણી

 
હર્ષ સંઘવી
આ પ્રકારના ગંભીર ગુના હેઠળ ઘણા કડક સજા કરવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમા અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક તરફ ગૃહ વિભાગ પોતાના સારા કામો ગણાવી રહી છે. રાજ્યમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે આ મામલે વિધાનસભા બહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  માહિતી આપી હતી. આ નિવેદનમાં તેઓએ ગુજરાતના ગુનાહખોરી વિષે વાત કરી છે. પરંતુ હર્ષભાઈ કદાચ તમે બહાર નથી નીકળતા અને કાં તો પછી તમે કદાચ આ બધી બાબતે માહિતગાર નથી તેના જ કારણે તમે આટલા બધા વખાણ કરી રહ્યા છો. રાજ્યમાં બનતા ગુનાઓમાં ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે જ્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ન્યાય અપાવવામાં અગ્રેસર છે.

સાહેબ તમે આ પ્રકારના વિડીયો ઘણા રાજ્યના જોયા હશે. પણ આ પ્રકારના મિનિટોમાં એક્શન લેતું રાજ્ય ગુજરાત પહેલું છે. પાસાના ગુનાની સજા પૂરી કરીને બહાર નીકળ્યા હોય અને તરત તેમના જામીન નામંજૂર કરાવી અને તેમને ફરી જેલ હવાલે કરવામાં આવ્યા હોય. આ પ્રકારના ગંભીર ગુના હેઠળ ઘણા કડક સજા કરવામાં આવી છે. અને હજુ વધુ કડક સજા થાય તેવા જ પ્રયત્નો રહેશે. જો આ પ્રકારના કોઈ લોકો સાથે પોલીસ અધિકારીઓની બેઠક હશે કે તેમના સંપર્કો ઝડપાશે તો તેમને પણ નોકરીથી હાથ ધોવો પડશે.

વધુમાં તેમણે કહ્યું કે, મને માત્ર દુઃખ એક વાતનું છે કે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ. તો ચૂંટાયેલા પ્રતિનિધિએ તેના પર ટીકા કરવી જ જોઈએ. પણ આ પ્રતિનિધિઓને આવો તે કેવો ડર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલાં ભરાયા છે તેની ટીકા કરવામાં વયસ્ત છે આ નેતાઓગુજરાતમાં જ્યારથી પોલીસ વિભાગને સૂચના મળી છે કે લુખ્ખાઓનું લિસ્ટ બનાવો ત્યારથી તેઓ બધા તેમને પકડવામાં લાગી ગયા છે. પણ આટલી જલ્દી જો તમે લિસ્ટ બનાવી શકો છો તો અત્યારસુધીમાં તેમને પકડવા માટે કોની રાહ જોવાઈ રહી હતી ? બીજું કે તમે પોલીસ અધિકારીઓ વિષે કહ્યું કે જેમના કનેક્શન આ પ્રકારના લુખ્ખાઓ સાથે હશે તેમને પોતાની નોકરીથી હાથ ધોવો પડશે.