રીપોર્ટ@ગુજરાત: ફરી એકવાર કોન્ગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર એલર્ટ
બનાસકાંઠામાં નોંધાયો પહેલો કેસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર કોન્ગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ ગામના 34 વર્ષીય યુવકમાં કોન્ગો ફીવરના લક્ષણો જોવા મળ્યા છે. યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને હાલ અમદાવાદની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
કોન્ગો ફીવરની અધિકૃત પુષ્ટિ માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના લોહીના સેમ્પલ મેળવીને પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ રોગની વિધિવત પુષ્ટિ થશે.કેસની જાણ થતાં જ પશુપાલન વિભાગની વેટરનરી ટીમ તાત્કાલિક અસરથી બનાસકાંઠાના આખોલ ગામે પહોંચી ગઈ છે. કોન્ગો ફીવર મુખ્યત્વે પશુઓ પર જોવા મળતી 'ઈતરડી' દ્વારા ફેલાતો હોવાથી, ટીમે ગામમાં પશુઓની તપાસ અને ઈતરડીનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા પરિજનો અને ગ્રામજનોના આરોગ્ય પર પણ નજર રાખવામાં આવી રહી છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ ગામના એક 34 વર્ષીય પુરુષમાં કોન્ગો ફિવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. દર્દીની તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે હાલ આઈસીયુ (ICU)માં વિશિષ્ટ દેખરેખ હેઠળ દાખલ છે.
હોસ્પિટલ દ્વારા દર્દીના સેમ્પલ કન્ફર્મેશન માટે પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઘટના બાદ તુરંત જ વેટરનરી ટીમ આખોલ ગામે પહોંચી ગઈ છે અને પશુઓમાં ઈતરડી નિયંત્રણ તેમજ આગોતરા સર્વેક્ષણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદ અને રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના બબ્બે શંકાસ્પદ કેસો પ્રકાશમાં આવ્યા છે. આ સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર H1N1ની સ્થિતિ પર સતત અને ઝીણવટભરી નજર રાખી રહી છે. મંત્રીશ્રીએ રાજ્યના તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક જાળવી રાખવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.

