રીપોર્ટ@ગુજરાત: વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

 
વરસાદ
મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધરમપુર, કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પારડીમાં તોફાની વરસાદ વરસ્યો છે. ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ તોફાની વરસાદને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.વલસાડ જિલ્લામાં તોફાની વરસાદથી થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી.

બપોર બાદ અચાનક વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાન વિભાગે આજે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે.

મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે.