રીપોર્ટ@ગુજરાત: હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

 
હાઈકોર્ટ
સ્કૂલનાં આચાર્યને પણ ધમકીભર્યો ઈમેલ મળતાં અફરાતફરી મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ડોગ સ્કોવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ હાલ સઘન તપાસ હાથ ધરી છે. 15 દિવસ અગાઉ પણ હાઈકોર્ટને ઉડાવી દેવાનો મેઈલ મળ્યો હતો.સતત બીજા દિવસે વડોદરામાં આવેલ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમ રિફાઇનરી ગુજરાત બોર્ડની શાળાએ પહોંચી ગઈ છે.

આચાર્યને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ફૂટશે.ગઈકાલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આજે 24 જાન્યુઆરીએ નવરચના સ્કૂલનાં આચાર્યને ધમકીભર્યો ઈમેલ મળતાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ સ્કવોડની ટીમ, ડોગ સ્કવોડ, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકોને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. જોકે, સઘન તપાસ બાદ પણ કંઈ ન મળતા તંત્ર, પોલીસને હાશકારો થયો હતો.