રિપોર્ટ@ગુજરાત: ગૃહપ્રધાન અમિત શાહ 18મીએ અમદાવાદની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોનું ખાતમહૂર્ત કરશે

 
અમિત શાહ

વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમિત શાહ અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન, ગાંધીનગર લોકસભામાં આવતા 21 અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં 4 વિકાસલક્ષી કાર્યોનું ખાતમહૂર્ત કરશે. વેજલપુર વિધાનસભામાં વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે. તેઓ ગાંધીનગર સંસદિય ક્ષેત્ર ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ સંસદિય ક્ષેત્રમા 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે.

18 ઓગસ્ટના રોજ અમિત શાહ, 151 લોકોને સિટીઝન એમેડમેન્ટ એક્ટ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરશે. સિંધુ ભવન રોડ પર નવો બનાવેલ ઓક્સિજન પાર્ક પ્રજાને અર્પણ કરશે. તો મકરબા ખાતે નવા બનાવેલા સ્વીમીગ પૂલનું પણ લોકાર્પણ કરશે.અમિત શાહ, અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન, ગાંધીનગર લોકસભામાં આવતા 21 અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં 4 વિકાસલક્ષી કાર્યોનું ખાતમહૂર્ત કરશે. વેજલપુર વિધાનસભામાં વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગત 13મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદ સ્થિત વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તિરંગાયાત્રાને સંબોધન પણ કર્યું હતું.