રિપોર્ટ@ગુજરાત: ગૃહમંત્રી અમિતશાહ ફરી આવશે અમદાવાદ, 651 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ કરશે

 
અમિત શાહ

રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું લોકાર્પણ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂપિયા 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.

થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે. તેઓ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂપિયા 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ પણ અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસમાં કરવાના છે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે તેઓ જાહેરસભાને સંબોધિત કરશે.

આ સિવાય તેઓ બોડકદેવ રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે.