રીપોર્ટ@ગુજરાત: 'હુડા' આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ, ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા ભાજપના નેતાઓ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગરના 11 ગામો દ્વારા હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેને ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યુ છે. આ સાથે ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગોર, સાબરડેરીના 4 ડિરેક્ટરોએ પણ હૂડા હટાવવા માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યુ છે. સાબરકાંઠાના હિંમતનગરના 11 ગામો દ્વારા હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવ્યા છે.
ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેને ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યુ છે. આમ, હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને રાજકીય સમર્થન મળતા હવે આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગોર, સાબરડેરીના 4 ડિરેક્ટરોએ પણ હૂડા હટાવવા માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યુ છે. તેમજ આ મામલે આજે એક બેઠક પણ યોજાઈ હતી. છેલ્લા 95 દિવસથી 11 ગામના ખેડૂતો હુડાના નોટિફિકેશન સામે રોષ ઠાલવી રહ્યા છે અને આગામી 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન પણ આપ્યુ છે.

