રીપોર્ટ@ગુજરાત: ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો

 
ચૂંટણી
આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપચં અને સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભ૨વાનો આજે અંતિમ દિવસ છે. રાજયભરના 33 જિલ્લામાં 8000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે બિનરાજકીય પક્ષ ગણાતી ગ્રામ પંચાયતોની ચૂંટણી રસપ્રદ બની રહેશે.ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થયા બાદ હાલમાં ગ્રામ પંચાયતના સરપચં અને સભ્યના ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ૯મી, સોમવાર સુધી ચાલુ રહેવાની છે.ઉમેદવારી ફોર્મ ભરવાની સામે ફોર્મનું વિતરણ પણ વધારે માત્રામાં થયું હોવાથી અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધસારો રહેવાની શકયતા રહેલી છે.

કેટલીક ગ્રામ પંચાયતમાં સભ્યોની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. આથી સામાન્ય ચૂંટણીવાળા ગામોમાં સરપચં તેમજ સભ્યોમાં ઉમેદવારી કોર્ન ભરવા માટે ઉમેદવારોનો ધસારો રહેવાની શકયતા રહેલી છે. તેવી રીતે પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ટેકેદારો સાથે ઉમેદવારો તાલુકા પંચાયતમાં હાજર રહેવાથી કામગીરીનો ધસારો રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાય સરકારના સમરસ ગામ યોજનાની અમલી કરવા માટે ગ્રામ પંચાયત સમરસ થાય તે દિશામાં રાજકીય પક્ષો દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા ગામો સમરસ થાય છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોનો ધસારો રહેશે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને તારીખ ૧૧ મી ઉમેદવારી પત્ર પાછા ખેંચશે આ તમામ ગ્રામ પંચાયતો માટે ૨૨ મી જુનના રોજ મતદાન યોજાશે સવારે સાત થી સાંજના છ દરમિયાન મતદાન થશે.