રિપોર્ટ@ગુજરાત: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, આ તારીખે થશે જાહેરાત

 
ભરતી
આગામી 25 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શાળાઓમાં શિક્ષકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે આગામી 25 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવશે.

તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 10 ઓક્ટોબરે કરવામાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. જે હેઠળ ગત તારીખ 1 ઓગસ્ટ, 2024 ના દિવસે આચાર્ય તેમજ અંદાજિત 4000 જેટલાં જૂના શિક્ષકો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ મહિને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત કરવામાં આવશે.