રિપોર્ટ@ગુજરાત: CM નિવાસસ્થાને આજે મહત્વની બેઠક, સિનિયર નેતાઓ કરશે મહામંથન

 
Bhupendr patel
ગાંધીનગરમાં આજે ભાજપની બે બેઠક યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને 2 અગત્યની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે CM નિવાસસ્થાને ભાજપના સાંસદોની બેઠક મળવાની છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે. આ સાથે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાશે. આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડી ના નામે સંદર્ભે ચર્ચા થશે. મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતીરાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ભાજપની બે બેઠક યોજાશે.

ભાજપ સાંસદોની બેઠકમાં ભાજપના સિનિયર નેતાઓ પણ જોડાશે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે. આ સાથે આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે ચર્ચા થશે. મહત્વનું છે કે, મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી. આ તરફ હવે ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભા પહેલા સમિક્ષા થશે.