રિપોર્ટ@ગુજરાત: ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી, 'આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો..'
May 13, 2026, 18:13 IST
કહ્યું કે 'આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, 'આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો.'ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓએ ગુનાહિત સ્થળે અથવા જાહેર સ્થળે લઈ જઈને વરઘોડા કાઢવાની પદ્ધતિ સામે DGPએ કડક વલણ અપનાવ્યું છે. આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે.
જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.'સરઘસ અને વરઘોડાના નામે આરોપી સાથે કરાતા વર્તનને લઈને કડકાઈ દાખવતા DGPએ જણાવ્યું કે, 'આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં. આરોપીઓ સાથે આ પ્રકારનું વર્તન થશે તો ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે.'

