હવામાન@ગુજરાત: આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળશે, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

 
ગરમી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આવતીકાલથી મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે અને રાજ્યમાં કંડલા સૌથી વધુ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું છે,તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આગામી સમયમાં એટલે કે બે દિવસ ગરમીથી આશિંક રાહત મળશે અને ગરમ પવન ફૂંકાવાનું યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, ભાવનગરમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત મળશે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. શ્રીનગરમાં એપ્રિલનો દિવસ લગભગ આઠ દાયકામાં સૌથી ગરમ રહ્યો અને તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. એક્સપર્ટનું કહેવું છે કે મંગળવાર લગભગ આઠ દાયકામાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો, જેમાં તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જે 30.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝન માટે સામાન્ય કરતાં 10.2 ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 20 એપ્રિલ, 1946 ના રોજ જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીમાં 31.1 ડિગ્રી સેલ્સિયસનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.