આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના કહેર અને ઉનાળાની ગરમી વચ્ચે રાજકારણ ગરમાયુ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમ્યાન પત્રકાર ઇસુદાન ગઢવી પણ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તરફ પત્રકાર પરીષદ દરમ્યાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ કે, ઇસુદાન ગઠવી ગુજરાતનો કેજરીવાલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે. જ્યારે ભાજપને જરૂર પડે છે ત્યારે તે માલ કોંગ્રેસ સપ્લાય કરે છે. આ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જણાવ્યું કે, 2022માં તમામ સીટ પર ગુજરાતમાં કેન્ડીડેટ ઉભા કરવામાં આવશે. અહીં ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, કોઈ પૃચ્છા કરવા વાળું નથી, ગુજરાતમાં વેપારીઓ ભયમાં છે, ડરવાની શુ જરૂર છે? ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખાનગી ચેનલનાં પૂર્વ એડિટર અને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ લોકોની સેવા માટે આપ પક્ષ બનાવ્યો હતો. તે જ રીતે હું પણ લોકોની સેવા કરવા માટે જ આપ પાર્ટીમાં જોડાયો છું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code