રીપોર્ટ@ગુજરાત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ત્રિદિવસીય પ્રવાસનો અંતિમ દિવસ, દ્વારકામાં ઉષ્માભર્યું સ્વાગત

મંત્રીઓ અને વહીવટી અધિકારીઓએ રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે આજે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. દ્વારકા હેલિપેડ ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ અને વહીવટી અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આગમન થતાં જ હેલિપેડ ખાતે ગરમાવો જોવા મળ્યો હતોઅહીં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા.
સ્વાગત કરનારા મહાનુભાવોમાં કોસ્ટ ગાર્ડના ડી.આઈ.જી. મનજીત સિંઘ ગિલ, આઈ.એન.એસ.ના કેપ્ટન શશાંક શર્મા, કલેક્ટર રાજેશ તન્ના, અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ હાજર રહ્યા હતા.રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને ત્યારબાદ તેમના પ્રવાસના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.