રીપોર્ટ@ગુજરાત: ભાવનગર અને અમદાવાદ હાઇવે પર મોટો અકસ્માત, એકનું મોત, 15ને ઈજા

 
અકસ્માત
અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર અને અમદાવાદ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં બંધ પડેલા ટેન્કર સાથે આઈસર અથડાતા 15 લોકોને ઈજા પહોંચી છે જ્યારે એકનું મોત થયું છે.માઢીયા ગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુમિત તરીકે થઇ છે. 15 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

તહેવારની સિઝન શરૂ થતાંની સાથે ટ્રાફિક વઘ્યો છે અને આ સાથે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. રક્ષાબંધનના આગલા દિવસે પણ રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાઇ હતી. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી. જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.