રિપોર્ટ@ગુજરાત: પ્રાથમિક શિક્ષણ સમિતિની 22 શાળાઓ સામે મોટી કાર્યવાહી, જાણો કારણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક જ દિવસમાં અમદાવાદ ગ્રામ્યની 22 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. ફાયર NOC અને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાઓમાં ફાયર NOC રીન્યુ ના થઈ હોવાનું પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્યાને આવ્યું હતું. જેના પગલે ચકાસણી હાથ ધરાઈ હતી. કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો છે. NOC રીન્યુ કરવા ફાયર સેફટીના પૂરતા સાધનો રાખવા કડક સૂચના અપાઈ છે.
શાળાઓ દ્વારા ફાયર NOC રીન્યુ નહીં કરાય તો પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા સામે કડક કાર્યવાહી કરશે તેમજ શાળાઓ યોગ્ય પગલાં નહીં ભરે તો શાળાઓની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ત્રિપદા ઈંગ્લિશ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલ વિવાદમાં સપડાઈ હતી. આ બંને શાળામાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયો હાવોના આક્ષેપ થયા હતો. વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને શાળા વિરુદ્ધ રજૂઆત કરી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, શાળામાં ધોરણ 5થી 8માં ભણતા કેટલાક આરટીઈના વિદ્યાર્થીઓને નાપાસ કરાયા. શિક્ષણાધિકારીએ શાળામાં તપાસના આદેશ આપ્યા હતા.