રિપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં વિપક્ષ દ્વારા ખારીકટ કેનાલમાં કૌંભાડનો મોટો આક્ષેપ

 
કૌભાંડ

22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે સંપૂર્ણ નવી બનાવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં વિપક્ષે ખારીકટ કેનાલમાં કૌંભાડનો મોટો આક્ષેપ કર્યો છે. વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આરોપ મૂક્યો છે કે અમદાવાદમાં ખારીકટ કેનાલ રૂ. 1,200 કરોડનો પ્રોજેક્ટ નહીં પણ કૌભાંડ છે. ખારીકટ કેનાલ 22 કિ.મી.ની છે. તેના માટે ત્રણ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં વ્યું છે. તેના 240 કરોડના ટેન્ડરને લઈને અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે અંદાજે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી ખારીકટ કેનાલના ખર્ચ પૈકી રાજ્ય સરકારે 600 કરોડની રકમની ફાળવણી કરી છે.

વર્ષ 2019માં ખાલી પડેલ અમરાઈવાડી વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનેલી ખારીકટ કેનાલનું ત્રણ વર્ષ બાદ નવીનીકરણ થનાર છે.22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે સંપૂર્ણ નવી બનાવવામાં આવશે. કેનાલની નીચે આવેલ ડ્રેનેજ લાઈનો પણ આવશ્યકતા અનુસાર બદલવામાં આવશે. કેનાલ ઉપર સમાંતર પુલ બનાવવામાં આવશે. ગેરકાયદે તમામ જોડાણ કાપવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીને અડચણ ન થાય તેમ નવીનીકરણ કરાશે.