રીપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર, 37 મામલતદારોની બદલીનો આદેશ

 
આદેશ
નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે.

મહેસૂલ સેવામાં લાંબા સમયથી ફરજ બજાવતા 165 નાયબ મામલતદારોને મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપીને નવી નિમણૂંકો સોંપવામાં આવી છે.બદલી પામેલા 37 મામલતદારોમાં દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર અને અમદાવાદ જેવા મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બઢતી મેળવનારા 165 અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર જેવી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચૂંટણી મામલતદાર, અને નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર તરીકે જવાબદારી સોંપાઈ છે.