દુર્ઘટના@ગુજરાત: દાદરા નગર હવેલીના નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ, 3ના ઘટનાસ્થળે જ મોત
Updated: Apr 4, 2026, 12:01 IST
દીવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા એક નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં આવેલ નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનની છત ઉડી ગઈ હતી અને મજબૂત દીવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

