રીપોર્ટ@ગુજરાત: પ્રજાસત્તાક દિને રાજ્યના 19 પોલીસકર્મીને મેડલ એનાયત કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતના 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને મેડલ આપવાની ઘોષણા કરાઈ છે. આ પોલીસ કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરીને લીધે પ્રોત્સાહીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 17 સૈનિકોને પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
રીપોર્ટ@ગુજરાત: પ્રજાસત્તાક દિને રાજ્યના 19 પોલીસકર્મીને મેડલ એનાયત કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતના 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને મેડલ આપવાની ઘોષણા કરાઈ છે. આ પોલીસ કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરીને લીધે પ્રોત્સાહીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 17 સૈનિકોને પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના પીઆઈ બિન્દેશ શાહ તથા અમદાવાદના વાયરલેસ  પીઆઈ કુમાર રાય જગદીશરાય ચંદ્રને રાષ્ટ્રપતી પોલીસ મેડલ એનાયત કરાવામાં આવશે. આ સીવાય વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, ડીવાયએસપી ભારત માલી,  ડીવાયએસપી રમેશ કે પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, આઇજી ડો.અર્ચના શિવહરે, આઇજી જેઆર આર મોથાલિયા, એસીપી આર.આર. સરવૈયા, સશસ્ત્ર ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બરાડનો સમાવેશ થાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સીવાય ડીવાયએસપી કિરણ પટેલ, પીઆઇ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્ર સિંહ કોસડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પાપનિયાનો પણ સમાવેશ થાય છે.