રીપોર્ટ@ગુજરાત: મેગા ડિમોલિશનને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, '1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું'

 
હર્ષ સંઘવી
ડિમોલિશનની કામગીરી કરાતા સવા લાખ ચો.મીટર જગ્યા ખાલી થઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ચંડોળા તળાવ પાસે તંત્ર દ્વારા 2000થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનુ સીધુ મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તરફ હવે મેગા ડિમોલિશનની કામગીરી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે કે અલકાયદાના સહયોગી અને 4 બાંગ્લાદેશી પકડાયા ત્યાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ સાથે સંઘવીએ કહ્યું કે, 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું.

તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, અમે એ જગ્યાએ કાર્યવાહી કરી છે, જ્યાંથી અલકાયદાના સહયોગી અને 4 બાંગ્લાદેશી પકડાયા છે. તેમણે ઉમેર્યું કે, ઘૂસણખોરો પકાડાયા તે વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. આ સાથે તેમણે કહ્યું કે, જ્યાં સૌથી વધુ ડ્રગ્સ કાર્ટલ પકડાયું, ત્યાં ડિમોલિશન કરાયું છે. હર્ષ સંઘવી ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું. આ સાથે તેમણે ઉમેર્યું કે, માનવતાને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. મહત્વનું છે કે, ડિમોલિશનની કામગીરી કરાતા સવા લાખ ચો.મીટર જગ્યા ખાલી થઈ છે.

મેટ્રોસિટી અમદાવાદમાં આજે પણ ડિમોલિશન કાર્યવાહી યથાવત રહેનાર છે. વિગતો મુજબ ગઇકાલ બાદ આજે પણ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે, 30 એપ્રિલ અને 1 મે હજુ 2 દિવસ દબાણ દૂર કરાશે. વિગતો મુજબ આજે બીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે. મહત્વનું છે કે, ગઈકાલ સુધીમાં 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે તો અત્યાર સુધીમાં 2000 ઝુંપડાએ દૂર કરાયા છે. મહત્વનું છે કે, આ કાર્યવાહી દરમિયાન તંત્રએ 1 લાખ સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાવી છે.