રિપોર્ટ@ગુજરાત: આજથી 80 હજારથી વધુ સ્કૂલવાન ચાલકો ઉતર્યા હડતાળ પર, હજારો વાલીઓ મુશ્કેલીમાં મુકાયા

 
આંદોલન
હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલવર્ધી ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ વર્ધી એશોસિયનને નિર્ણય કર્તા હજારો વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

આજથી રાજ્યના 80 હજાર કરતા પણ વધારે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. એક તરફ ઉનાળુ વેકેશન પૂરુ થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.