રીપોર્ટ@ગુજરાત: સાંસદ અહેમદ પટેલ સુપર્દ-એ-ખાક થયા, દફનવિધિમાં દિગ્ગજો હાજર

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષે બુધવારે એટલે 25 નવેમ્બરનાં રોજ નિધન થયું હતુ. છેલ્લા ઘણાં સમયથી કોરોનાની સારવાર વચ્ચે તેમણે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના વતન પીરામણ ગામે મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસનાં નેતાઓની હાજરીમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@ગુજરાત: સાંસદ અહેમદ પટેલ સુપર્દ-એ-ખાક થયા, દફનવિધિમાં દિગ્ગજો હાજર

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષે બુધવારે એટલે 25 નવેમ્બરનાં રોજ નિધન થયું હતુ. છેલ્લા ઘણાં સમયથી કોરોનાની સારવાર વચ્ચે તેમણે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના વતન પીરામણ ગામે મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસનાં નેતાઓની હાજરીમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ગુજરાત: સાંસદ અહેમદ પટેલ સુપર્દ-એ-ખાક થયા, દફનવિધિમાં દિગ્ગજો હાજર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ આજે તેમના વતનમાં સુપર્દ-એ-ખાક થયા હતા. અહેમદ પટેલની દફનવિધિમાં દિગ્ગજો હાજર રહ્યા હતા. આજે રાહુલ ગાંધી, છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા. આ સાથે પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ@ગુજરાત: સાંસદ અહેમદ પટેલ સુપર્દ-એ-ખાક થયા, દફનવિધિમાં દિગ્ગજો હાજર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સવારે 10 વાગ્યે તેમની દફનવિધિ તેમના ગામ પીરામણમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ અહેમદ પટેલનાં પરિવારને સાંત્વના આપી હતી.