રીપોર્ટ@ગુજરાત: મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાનો ચોંકાવનારો દાવો, જાણો વિગતે

 
મનસુખ વસવા
વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરુચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે. જેમાં DySP કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી સંભાવના છે. સમગ્ર કૌભાંડને લઈને વેરાવળની બે એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે. હવે આ બધાંની વચ્ચે ભરુચના સાંસદે ચોંકાવનારો દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે, કૌભાંડમાં ઉપરથી નીચે બધાની મિલીભગત હોય છે. હવે આ કૌભાંડને લઈને ભરુચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. બધા જ લોકોની આમાં મિલિભગત હોય છે, તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશ્નર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ બધા જ લોકો આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે. પરંતુ, બધાનું જ આમાં સેટિંગ હોય છે.' ભરુચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતાં પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી, મુરલીધર એન્ટરપ્રાઇઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી.આ ફરિયાદ અનુસાર, ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટિરિયલની ખરીદી કરવામાં આવી હતી. સરકારી એસઓપી અને ધારાધોરણ મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી હતી. જોકે, વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.