રિપોર્ટ@ગુજરાત: નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન, સીદ્દી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઇ સંબંધ નથી

 
નીતિનપટેલ

સ્ટેચ્યુ ઓફ યુનિટિ આજે એકતાનું પ્રતિક કહેવાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, સીદ્દી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઇ સંબંધ નથી. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીને લઇને સીદ્દી સૈયદની જાળી બતાવવા માટે લઇ ગયા હતા.નીતિન પટેલે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને 550 રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઇની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું.

નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટિ આજે એકતાનું પ્રતિક કહેવાય છે. તમને બધાને જે મુર્તિની ભેટ આપી તે સ્ટેટચ્યુ ઓફ યુનિટિ સરદાર પટેલની ભેટ આપી છે. મારે જાહેરમાં કહેવું ના જોઇએ પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે બહારથી કોઇ મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદ્દી સૈયદની જાળી. જે અમદાવાદમાં છે અને તમે ઇતિહાસ કે ચોપડીઓમાં જોઇ હશે. આખા ગુજરાતને તેની સાથે કોઇ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી." નીતિન પટેલના આ નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.